ટંકારા : થોડા દિવસ પહેલા હમીરપરમાં વિજળી પડતા ગાયનું મોત થયું હતું. જેમાં પશુમાલિકને તાલુકા પંચાયત દ્વારા મળવાપાત્ર આર્થિક સહાય ચુકવવામાં આવી હતી. થોડાક દિવસ પહેલા ટંકારા તાલુકાના હમીરપર ગામે વાડામાં એક ગાય માથે વીજળી પડી હતી. ત્યારબાદ સ્થાનિક તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, પશુ આરોગ્ય વિભાગ ટંકારા અને પોલીસ વિભાગ દ્વારા રીપોર્ટ આધારે તાલુકા પંચાયતમાંથી સહાય પેટે રૂપિયા 30,000નો ચેક ગાયના માલિક રવજીભાઈ ફાંગલીયાને આપવામાં આવ્યો હતો. આ તકે ટંકારા તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર લોભાઈ, અગ્રણી પ્રભુ કામરીયા, તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશભાઈ દલસાણીયા, ટિ.સી.એમ. નીલમબેન, હમીરપર ગ્રામ પંચાયતના સભ્ય જયંતીભાઈ અઘેરા, દિપકભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..