સામાજિક કાર્યકર ગૌતમ વામજાએ જીવલેણ અકસ્માત સર્જાય તે પૂર્વે કામગીરી કરવા રજુઆત કરી મોરબી : મોરબી - રફાળેશ્વરને જોડતા માર્ગનું લાંબા સમયથી કામ ચાલી રહ્યું હોય ખાસ કરીને મચ્છુ નદીના પુલ ઉપર વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું હોવાથી તાકીદે રોડને વાહન ચાલવા યોગ્ય બનાવવા સામાજિક કાર્યકર દ્વારા માંગ ઉઠાવાઈ છે. સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજાએ રફાળેશ્વર માર્ગને તાકીદે રીપેર કરવા માંગ ઉઠાવતા જણાવ્યું છે કે, મોરબી શહેર દેશ - વિદેશ સિરામિક ઉદ્યોગથી જાણીતો છે. ત્યારે મોરબીથી રફાળેશ્વર રોડનો ઉપયોગ ઘણા બધા ઉધોગપતિ અને સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો કરે છે. આ રોડ નવો બની રહ્યો છે તેને આવકારીએ છીએ પરંતુ હાલ મચ્છુ નદી પરના બ્રિજથી રસ્તો ખરાબ છે. ટૂંકા રસ્તા ઉપર ખૂબ જ મોટા ખાડા છે જેમાં ફોર વ્હીલ પણ ચલાવવા મુશ્કેલ છે ત્યારે ટુ વ્હીલ ચાલકની શું હાલત થતી હશે. કોઈ લોકોને અકસ્માતે જીવ ગુમાવવો પડે તે પહેલા તંત્ર સત્વરે આ રોડને રીપેર કરે તેવી માંગ અંતમાં તેમને ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..