ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળની સાંજ સુધીમાં જાહેરાત થવાની સંભાવના મોરબી : રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં મોરબીને સ્થાન મળવાના ઉજળા સંકેતો છે અને સરળ સ્વભાવના બ્રિજેશભાઈ ઉપર પસંદગીનો કળશ ઢોળાઈ તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઈ પટેલની નિમણૂક બાદ કેબિનેટ અને મંત્રી મંડળમાં મોટા ફેરફારો તોળાઈ રહ્યા છે ત્યારે જુના જોગીઓને પડતા મૂકી કેન્દ્રીય નેતાગીરી યુવા, શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને સમાવે તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે મોરબી - માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ભાજપનો ગઢ છે અને નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં અનેક પડકારો વચ્ચે પણ ભાજપ સંગઠનને વફાદાર રહી બ્રિજેશભાઈ મેરજાએ કરેલ કામગીરીની પક્ષ દ્વારા નોંધ લેવાઈ છે. જેથી નવા મંત્રી મંડળમાં સ્થાન માટે બ્રિજેશભાઈ મેરજાના ઉજળા સંજોગો હોવાનું ભાજપ સુત્રોમાંથી જાણવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..