મોરબી : વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સંબંધના દાવે વપરાશ કરવા આપેલ દુકાન ખાલી કરવાને બદલે માથાભારે ઈસમોએ દુકાન માલિકને મારમારી બળજબરીથી કબજો જમાવી રાખતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા આરોપી દ્વારા આગોતરા જામીન મેળવવા અરજી કરાઈ હતી પરંતુ નામદાર અદાલતે આગોતરા જામીન ફગાવ્યા હતા. આ કેસની વિગત જોઈએ તો, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સંબંધના દાવે રસુલભાઈ હજીભાઈ નામની વ્યક્તિએ આરોપીઓને દુકાન વાપરવા આપી હતી અને બાદમાં દુકાન ખાલી કરવાનું કહેતા આ દુકાન પચાવી પાડવાના ઇરાદે આરોપીઓએ દુકાન ખાલી ન કરતા મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રસુલ હાજીભાઈ માથકીયાએ ફરીયાદ નોંધાવી હતી. બાદમાં આ કેસના મુખ્ય આરોપી દ્વારા મોરબીની નામદાર અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી જેમાં ફરિયાદ પક્ષે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ આર. અગેચાણીયાએ આગોતરા જામીન અરજી ૨દ કરવા વાંધા રજુ કરવા રોકાયેલ હતા. આ કામે બન્ને પક્ષકારો તરફેની દલીલ સાંભળી ફરીયાદી તરફેના વાંધા માન્ય રાખી મુખ્ય આરોપીના આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ નામદાર પક્ષે કર્યો છે. આ કામમાં ફરીયાદી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે. ડી. સોલંકી મોનીકાબેન ગોલતર રોકાયેલા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..