બીએસસી કોલેજના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિવિધ મોડેલ્સ મોરબી : મોરબીની એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ દ્વારા ત્રિ-દિવસીય એલિટ સાયન્સ મેનિયાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ વિવિધ મોડેલ્સ રજૂ કરી પોતાની કાબેલિયતનો પરિચય આપ્યો હતો. એલિટ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે જ્ઞાન તથા જ્ઞાન સાથે ગમ્મત મળી રહે એ માટે એલિટ સાયન્સ મેનિયાનું આયોજન કર્યું હતું.જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. એલિટ સાયન્સ મેનિયામાં ફિઝિક્સ મોડેલ, મેથેમેટિક મોડેલ્સ, માઇક્રોબાયોલોજી મોડેલ્સ ઉપરાંત કેમિકલ શો તથા વિવિધ પોસ્ટર પ્રેઝન્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એલીટ B.Sc. કોલેજના હેડ યાજ્ઞિક ભાડજા તથા પ્રાધ્યાપકો મિતેષ સર, ગૌતમ સર, પ્રકાશ સર, અયાજ સર, ઈંજામૂલ સર, મનીષ સર, દિપ્તી મેડમ, પૂજા મેડમ, હર્ષિદા મેડમ, અમી મેડમ, પીનલ મેડમ અને રેખા મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન એલીટ B.Sc. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું. એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ શૈલેષ કલોલા સર તથા પ્રિન્સિપાલ ભાવેશ ચાડમિયા સરે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..