મોરબી : મોરબી શહેરમાં કાલીકા પ્લોટ ખાતે આવેલ બાબા રામદેવપીર મંદિર દ્વારા તા.15 થી 17 દરમિયાન રામદેવપીરનો ઉત્સવ ઉજવાશે. મોરબીમાં કાલીકા પ્લોટમાં આવેલ બાબા રામદેવપીર દ્વારા 37માં વર્ષ નિમિત્તે મંદિરે રામદેવપીરનો ભવ્ય ઉત્સવ ઉજવવાનું આયોજન તા. 15થી 17 સુધી રાખવામાં આવેલ છે. તારીખ 15ના નોમના દિવસે સવારે 9 કલાકે નેજો ચડશે. તારીખ 16ના દશમને દિવસે ભજન કિર્તન, રાસ મંડળ ઉજવવામાં આવશે. તારીખ 17ના ભાદરવી અગીયારસના દિવસે સવારે રામદેવપીરના ચરણ સ્નાન જળ જલણીયા સવારે 9 કલાકે, સવારે 10 કલાકે આરતી, બપોરે 12 કલાકે બટુક ભોજન તથા મહાપ્રસાદ, રાત્રે 9 કલાકે સંતવાણી, જેમાં રાસ મંડળી અને ભજનનો કાફલો તથા અવનવા સંતવાણી કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ સેવાકીય પુજારી હિતેશભાઈ અને બાબા રામદેવ માનવસેવા સમિતિની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..