PGVCL દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આયોજન આગામી દિવસોમાં જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાશે મોરબી : 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી અંતર્ગત વીજ સલામતિ અને ઉર્જા બચત રેલી યોજાઈ હતી. તેમજ આગામી દિવસોમાં પણ જનજાગૃતિ અર્થે અભિયાન/કાર્યક્રમ યોજવામાં આવશે. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પી.જી.વી.સી.એલ. મોરબી દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજ રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચવડવા અને અવગત કરાવવા રેલીનું આયોજન કરેલ હતું. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટના વિતરણ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરેલ હતો. તેમજ પી.જી.વી.સી.એલ. મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર વિ. એલ. ડોબરીયા એ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. વધુમાં, 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ અંતર્ગત આવનારા દિવસોમાં તબક્કાવાર પી.જી.વી.સી.એલ. મોરબી વર્તુળ કચેરી હેઠળ અલગ-અલગ જનજાગૃતિના અભિયાન/કાર્યક્રમ કરવાનું આયોજન છે. જેના ભાગરૂપે તા. 06.10.2021 ના રોજ ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ તથા સૂર્ય ઉર્જા તેમજ ઉર્જા બચત અંગે અલગ-અલગ જગ્યાએ સેમિનારનું આયોજન તથા તા. 16.11.2021 ના રોજ વિવિધ ગ્રાહકો અને એસોસિયેશન સાથે ઉર્જા વિભાગની વિવિધ યોજનાઓની માહિતી વિશે પરિસંવાદનું આયોજન તેમજ તા. 15.12.2021 ના રોજ ઉર્જા બચત અને વીજ સલામતી અંગે બાળપણથી જાગૃતિ કેળવવાના આશયથી સ્કૂલ કક્ષાએ ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવાનું આયોજન છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..