મોરબી તાલુકામાં 45, ટંકારા તાલુકામાં 8, વાંકાનેર તાલુકામાં 34, માળિયા તાલુકામાં 10 અને હળવદ તાલુકામાં 24 સ્થળોએ અપાશે રસી મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે બુધવારે 121 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેના માટે 8500 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. આમ હવે વધુ સ્થળોએ રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવતા વધુમાં વધુ લોકો તેનો લાભ લઇ શકશે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી ફરી તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લામાં 121 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં મોરબી તાલુકામાં 45, ટંકારા તાલુકામાં 8, વાંકાનેર તાલુકામાં 34, માળિયા તાલુકામાં 10 અને હળવદ તાલુકામાં 24 સ્થળોએ વેકસીન આપવાનું આયોજન તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ વેકસીનેશન માટે ઉપરથી કોવિશિલ્ડના 8390 ડોઝ અને કોવેકસીનના 110 ડોઝ મળી કુલ 8500 ડોઝ ફાળવવામાં આવ્યા છે.