વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામમાં કારખાનાની દીવાલ માથે પડતા યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીવાવ ગામના વતની હાલ જાલીડા ગામમાં અન્ટીક ફાર્મ કારખાનામાં રહી કામ કરતા 35 વર્ષીય નરવતભાઇ સોમાભાઇ બારીયાના માથે ગઇકાલે કારખાનાની દીવાલ પડતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..