મોડી રાત્રે એક વાગ્યે પાણીનો પ્રવાહ ઓછો થતા ટંકારા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી ઓપરેશન પાર પાડયું ટંકારા : ટંકારા ગ્રામ્ય પંથકમાં ગઈકાલે બપોરે બાદ ભારે વરસાદ પડ્યો હતો અને જળબંબાકાર જેવી સ્થિતિમાં સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે તાવો કરવા આવેલા છ ભાવિકો ફસાયા બાદ 12 કલાકના અંતે સ્થાનિક તરવૈયાઓની મદદથી તમામને હેમખેમ રેસ્ક્યુ કરાયા હતા. ટંકારાના નેકનામ, હમીરપર, સખપર સહિતના ગામમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે વાંકાનેર-થાનથી આવેલા ભબીકો અને સ્થાનિક મળીને છ લોકો તાવો કરવા ગયા બાદ પુરના પાણીમાં ફસાતા પોલીસ અને મામલતદારને જાણ કરાતા પ્રાંત અધિકારી મોરબી અને નગરપાલિકા રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઈને બચાવની કામગીરી આદરી હતી પરંતુ પાણીના ભારે પ્રવાહમાં રેસ્ક્યુ શક્ય ન બનતા પાણીનો પ્રવાહ ઓસરવા રાહ જોવામાં આવી હતી. દરમિયાન ગતરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ મંદ પડતા સખપર મંદીરે ફસાઈ ગયેલા તમામ 6 લોકોને ટંકારા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતા. આ કામગીરીમા ટંકારા પીએસઆઇ બી.ડી. પરમાર, નેકનામ ઓપી જમાદાર બ્લોચભાઈ સહિતના કર્મચારી જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..