સૌથી ઓછો મોરબીમાં 8 મીમી અને સૌથી વધુ ટંકારામાં 88 મીમી મોરબી : ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ ટવેન્ટી - ટવેન્ટી ક્રિકેટ મેચની જેમ તોફાની ઇનિંગ રમી હતી ત્યારે મોરબી જિલ્લામાં પોણાથી લઈ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીમાં સૌથી ઓછો 8 મીમી અને ટંકારામાં સૌથી વધુ 88 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લાના નોંધાયેલ વરસાદી આંકડા જોઈએ તો મોરબીમાં 8 મીમી, ટંકારામાં 88 મીમી, હળવદમાં 24 મીમી, વાંકાનેરમાં 40 મીમી અને માળીયામાં 31 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલરૂમના આંકડા જણાવી રહ્યા છે. નોંધનીય છે કે ગઈકાલે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નેકનામ, હમીરપર, રોહિશાળા, અને ડેમી ડેમ સાઇટ વિસ્તારમાં ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..