મોરબીના જેતપર ગામે તસ્કરો સ્મશાનનો ખાટલો અને લાકડા ફાડવાનો જેક ચોરી ગયા મોરબી : હળાહળ કલિયુગમાં તસ્કરો ગમે તે ચીજવસ્તુની ચોરી કરી આર્થિક ફાયદો મેળવી રહ્યા છે. ત્યારે મોરબીના જેતપર ગામે તસ્કરોએ સ્માશનનો ખાટલો અને લાકડા ફાડવાનો જેક ચોરી કરીને લઈ ગયાની ઘટના સામે આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ જેતપર ગામે સ્મશાનમાંથી અજાણ્યા તસ્કરો લોખંડનો ખાટલો અને લાકડા ફાડવાનો જેક મળી કુલ 3,500ની માલમતાની ચોરી કરીને લઈ જતા ગામના અગ્રણી નિલેશભાઇ પ્રાણજીવનભાઇ અઘારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..