નવા બસ સ્ટેશનની બિલ્ડીંગ પાડી નખાતા ધૂળ-માટીમાં વરસાદ પડતાં ખદબદતું કીચડ લોકોને બસમાં બેસવા જવા માટે ગારા-કીચડમાંથી પસાર થવાની નોબત મોરબી : મોરબીમાં વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવવાથી માંડીને ગારા-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેમાં મોરબીના નવા બસ સ્ટેન્ડને નવું બનાવવા માટે આ બસ સ્ટેન્ડની આખી બિલ્ડીંગ પાડી નાખતા ધૂળ અને માટીમાં વરસાદ પડતાં ગારા કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. આથી, મુસાફરોની કફોડી હાલત સર્જાઈ છે. મોરબીમાં છેલ્લા બે દિવસથી એકધારો વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. આ ઉપરાંત ગારા કિચડની સમસ્યા પણ ઉભી થઇ છે. જેમાં મોરબીના નવા બસ સ્ટેન્ડને નવું બનાવવા માટે આખી મેઈન બિલ્ડીંગ પાડી નાખવામાં આવી છે. આ બિલ્ડીંગનો કાટમાળ ઉપાડ્યો નથી. માટી અને ઘુળના ઢગલા ત્યાં જ પડ્યા હોય, તેમાં બે દિવસથી સતત વરસાદ પડતાં ગારા કીચડની મોટી સમસ્યા સર્જાય છે. જેમાં આ નવા બસ સ્ટેન્ડમાં હાલમાં ચાલુ રહેલા પ્લેટફોર્મ પર ગારા કીચડને કારણે મુસાફરોને ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. મુસાફરોને ત્યાંથી ચાલી કે ઉભા ન રહી શકાય તેવી સ્થિતિ સર્જાતા ભારે હાલાકી ભોગવવી પડી છે અને લોકોને બસમાં બેસવા જવા માટે ગારા કીચડમાંથી પસાર થવાની નોબત આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..