ખાખરા ગામના પુલ ઉપર ભયજનક સપાટીએ પાણી વહ્યા જામનગર જવા માટે લોકોને વાયા મિતાણા - નેકનામ ડાયવર્ટ કરાયા ટંકારા : ટંકારા પંથકના છેવાડાના ગામોમાં સાંબેલાધારે વરસાદ પડવાને કારણે ટંકારા - ધ્રોલને જોડતા હાઇવે ઉપર ખાખરા પુલ ઉપર પાણી ભયજનક સપાટીએ પહોંચી જતા ટંકારા પોલીસે લતિપર ચોકડીએ બેરીકેટ લગાવી જામનગર તરફનો ટ્રાફિક બંધ કરાવ્યો છે. મોરબીથી વાયા ટંકારા થઈ જામનગર જતી એસટી બસ અને અન્ય વાહનો માટે હાલમાં લતિપર ચોકડી ટંકારા ખાતેથી આવન-જાવન પોલીસે બંધ કરાવી દીધી છે. ટંકારા - ધ્રોલ હાઇવે ઉપર ખાખરાના પુલ ઉપર પુરના પાણી ફરી વળ્યાં હોવાથી પોલીસે ટ્રાફિક બંધ કરાવ્યો છે. ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારના જણાવ્યા મુજબ રોહિશાળા, નેકનામ સહિતના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદને પગલે ખાખરાના પુલ ઉપર પાણીએ ભયજનક સપાટી વટાવતા ટંકારા - ધ્રોલ હાઇવે હાલમાં બંધ કરાવ્યો છે. અને જામનગર જવા માંગતા વાહનો વાયા મિતાણા, નેકનામ થઈ પડધરીથી જામનગર તરફ જઈ શકશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..