મોરબી : બગથળાથી જેપુર ગામ તરફ જવાના રસ્તે આવેલ એમ-સ્ક્વેર કારખાના પાસે ગઈકાલે પોલીસને જોઈ એક શખ્સ બિયરના ડબલા અને હોન્ડા રેઢું મૂકી નાસી જતા પોલીસે હોન્ડા નંબરના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બગથળાથી જેપુર ગામ તરફ જવાના રસ્તે આવેલ એમ-સ્ક્વેર કારખાના પાસે હિરો હોન્ડા પેશન પ્લસ મોસા રજી નં. જીજે ૧૧ ક્યુ ૩૭૪૪ નો ચાલક પોલીસને જોઈ હોન્ડા રેઢું મૂકી નાસી ગયો હતો. આ હોન્ડાની તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ ૫૦૦ એમ.એલના એલ્યુમીનીયમના બિયર ટીન નંગ ૧૨ કિ.રૂ. ૧૨૦૦ મળી આવતા પોલીસે રૂ.10 હજારની કિંમતનું હોન્ડા અને બિયર મળી કુલ રૂ. ૧૧,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી હોન્ડાચાલકની શોધખોળ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..