મોરબી : ગઇકાલે કનકસિંહ સંપાદિત 'ટમટમ તારલિયા' પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ પુસ્તકમાં મોરબીના રામધન આશ્રમના રતનબેનના પિતાની ત્રણ કવિતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કવિ કનુજી કેશાજી ઠાકોર સંપાદિત બાળગીતસંગ્રહ 'ટમટમ તારલિયા' પુસ્તકનું ગઈકાલે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં મોરબી નગરપાલિકાના કર્મચારી તથા રામધન આશ્રમના કથાકાર રતનબેનના પિતા નાથાલાલ ગોકળભાઈ 'નાથ' ત્રણ બાળકાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 24 જેટલા કવિઓ અને નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કવિઓને સન્માનપત્ર અને શિલ્ડ આપવામાં આવ્યા હતા, તેમ રામધન આશ્રમની યાદીમાં જણાવાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..