મોરબીના રંગપર નજીક દેશી દારૂના કટિંગ વખતે પોલીસ ત્રાટકી મોરબી : પરપ્રાંતીય શ્રમિકોમાં દેશી દારૂ પીવાના ચલણને કારણે મોરબીમાં દરરોજ દેશીદારૂ પકડવાના સંખ્યાબંધ કિસ્સા સામે આવે છે ત્યારે રંગપર ગામના રોડ ઉપર દેશી દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી હતી અને 300 લીટર દારૂ ભરેલી કવાલીસ કાર કબ્જે કરી હતી. જો કે, દેશી દારૂ સપ્લાય કરવા આવેલ શખ્સ ઝડપાઇ ગયો હતો જ્યારે દારૂ મોકલનાર અને સ્વીકારનાર આરોપીને પકડી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામના બસસ્ટેન્ડ નજીક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુંકી ગામના જીગ્નેશભાઇ કુકાભાઇ લગદાણીયા, પ્રવિણભાઇ દિલુભાઇ માંડલીયા નામમાં આરોપીઓએ જીજ્ઞેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા રે.ઢેઢુંકી તા.સાયલા, જી.સુરેન્દ્રનગર નામના આરોપીને કવાલીસ કારમાં દેશી દારૂ ભરી આરોપી અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી જાતે.મીયાણા રહે. કાંતીનગર, મોરબી વાળાને દેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા મોકલ્યો હતો. આ સમયે પોલીસે રંગપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી કવાલીસ કારના ચાલકને ઝડપી લીધો હતો.જો કે કોવિડ ટેસ્ટ કરવાના હોય આરોપીની અટકાયત કરવામાં આવી નથી. વધુમાં આ કેસમાં પોલીસે ટોયોટો ક્વાલીસ ગાડી રજી.નં. GJ-11-S-2336 કિં.રૂ.૪,૦૦,૦૦૦ અને પાસેથી દેશીપીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-૩૦૦ કિં.રૂ.૬,૦૦૦ તેમજ ફોન નંગ-૦૨ કિં.રૂ.૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૪,૧૧,૦૦૦ કબ્જે લઈ એકબીજાને મદદગારી કરવા અંગે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..