મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં 2605 ક્યુસેકની આવક : જિલ્લાનાં 7 ડેમોમાં પાણીની આવક નોંધાઇ : બંગાવડી ડેમ ઓવરફ્લો : સૌથી વધુ ડેમી-2માં 8777 ક્યુસેક પાણીની આવક મોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. જિલ્લાના ડેમોના ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો હોય જિલ્લાના 7 ડેમોમાં પાણીની આવક નોંધાઇ છે. જેમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં પણ 2605 ક્યુસેક પાણીની આવક થઈ છે. એટલે ડેમમાં 212 દિવસ ચાલે તેટલું પાણી સંગ્રહ થયું છે. મોરબી જિલ્લાના 10 પૈકી 7 ડેમોમાં નવા નિરની આવક નોંધાઇ છે. જેમાં મચ્છુ-1 ડેમમાં 5333 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં પાણીનો જથ્થો 1158 MCFT થયો છે. મચ્છુ-2 ડેમમાં 2605 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેથી ડેમમાં પાણીનો જથ્થો 1478 MCFT થયો છે. આ ડેમ મોરબીની જીવાદોરી સમાન છે. મોરબીની દૈનિક જરૂરિયાત 7 MCFT હોય આ ડેમમાં 212 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છુ-3 ડેમમાં 74 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં 208 MCFT પાણીનો જથ્થો થયો છે. ડેમી-1 ડેમમાં 4816 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 658 MCFT થયો છે. ડેમી-2 ડેમમાં 8777 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 171 MCFT થયો છે. ડેમી-3 ડેમમાં 4511 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 68 MCFT થયો છે. આ સાથે બંગાવડી ડેમમાં 847 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમ 0.15 મીટરથી ઓવરફ્લો થયો છે. જ્યારે બ્રાહ્મણી-1, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઇ ડેમમાં હાલ પાણીની કોઈ આવક થઈ નથી.