ટંકારા : ટંકારા પંથકમાં આજે બપોર પછી વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ટંકારા પંથકને આજે મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. જ્યારે ટંકારાના નાના ખીજડિયા ગામેં ધોધમાર વરસાદ સાથે વીજળી પડી હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં ટંકારાના નાના ખીજડિયા ગામેં રહેતા હસમુખભાઈ હરજીભાઈ બારૈયાના મકાનની છત ઉપર વીજળી ત્રાટકી હતી. પણ સદભાગ્યે જાનહાની ન થયાના અહેવાલ મળ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..