રાજકોટમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિતે ઠાકોરજીને ફળોનો ભોગ ધરાવાયો મોરબી : રાજકોટમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિતે મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઠાકોરજીને ફળોનો ભોગ ધરાવાયો હતો. તેમજ પ્રસાદી ફળોનું હોસ્પિટલ તથા વૃદ્ધ-અનાથાશ્રમમાં વિતરણ કરાયું હતું. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિતે મોરબી ગુરુકુલમાં ઠાકોરજી સમક્ષ ફ્રૂટની હાટડી ધરાવામાં આવેલ હતી. ત્યારબાદ સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ તેમજ અનાથાલય સહિતની જગ્યાએ પ્રસાદી ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સ્વામિનારાયણ ભગવાનની દીનજનનાં પ્રત્યે કરુણા રાખવાની તેમજ વૃદ્ધો અશક્તોની સેવાની આજ્ઞાને મૂર્તિમંત કરતા સંતો અને ભક્તોએ આ પુણ્યકાર્ય કર્યું હતું. કાર્યક્રમના યજમાનપદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપેલ હતી. દેવકૃષ્ણદાસ સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનાર અમૃત મહોત્સવ-2022 સુધી પ્રતિ એકાદશીએ આ સેવાકીય પ્રવૃતિ થતી રહેશે એવુ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસ સ્વામીની યાદીમાં જણાવાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..