વાંકાનેર : વાંકાનેર તાલુકામાં માટેલ-વીરપર રોડ પર પોલીસ દ્વારા વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ પોલીસે માટેલ વીરપર રોડ ઉપર આવેલ આરોપી પ્રકાશભાઇ જુગાભાઇ સરાવાડીયા (ઉ.વ. 22)ની વાડીએ ગે.કા. રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે રેઇડ દરમિયાન દેશી પીવાનો ગરમ દારૂ લીટર- 5 (કિ.રૂ. 100), દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર-20 (કિ.રૂ. 40), ઠંડો આથો લીટર-50 (કિ.રૂ- 100) તથા ભઠ્ઠી ગાળવાના સાધનો (કિ.રૂ- 3160) મળી કુલ રૂ. 3400ના મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી લીધો હતો. અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..