મોરબીના જેતપર રોડ ઉપર પુલ નજીક સવારે બનેલી ઘટના મોરબી : મોરબીના જેતપર ગામ નજીક આજે સવારના સમયે ઓટો રીક્ષા અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેતપર ગામ પાસેના પુલ નજીક કન્ટેનર અને રીક્ષા વચ્ચે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 2 લોકોને ઇજા પહોંચતા આજુબાજુના ગ્રામજનોએ મહામહેનતે બન્ને ઇજાગ્રસ્તોને રોડ નીચે ઉતરી ગયેલ રીક્ષામાંથી બહાર કાઢી સારવારમાં ખસેડયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..