મોરબી : મોરબીના ગૂંગણ ગામે આગામી તા.16 સપ્ટેમ્બરને ગુરવારે રાત્રે 8:30 કલાકે રામામંડળ આખ્યાન ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૂંગણ ગામના પ્રખ્યાત રામામંડળ જય અલખઘણી રામામંડળના કલાકાર નિકુલ પરેચા સહિતના કલાકારો ખોડિયાર સાઉન્ડના સથવારે આ આખ્યાન પ્રસ્તુત કરશે. આથી પ્રમુખ નાનજીભાઈ, ભુવા જીવણભાઈ રબારી તેમજ ઉપપ્રમુખ પ્રવીણભાઈએ ધર્મપ્રેમી જનતાને આ આખ્યાનનો લાભ લેવા અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..