દાદા ભગવાનના અનન્ય ભક્ત આત્મજ્ઞાની પુજ્ય દિપકભાઇ દેસાઈના આશિર્વાદ મેળવ્યા મોરબી : રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ પૂર્વે આજે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજભવન ખાતે સરકાર રચવા પ્રસ્તાવ કર્યા બાદ સીધા જ અડાલજ ત્રિમંદીર ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોરબીના વવાણીયાના મુળ વતની અને દાદા ભગવાનના અનન્ય ભક્ત આત્મજ્ઞાની પુજ્ય દિપકભાઇ દેસાઈના આશિર્વાદ મેળવ્યા હતા. બપોરે ભારતીય જનતા પક્ષ દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલના નામની જાહેરાત કર્યા બાદ સાંજે તેઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવા પ્રસ્તાવ મૂકી રાજભવનથી સીધા જ અડાલજ ત્રિમંદિરે પહોચ્યા હતા. જ્યા વર્તમાન તિર્થંકર શ્રી સિમધર સ્વામી દેવાધિદેવ મહાદેવ, કુષ્ણ ભગવાન સહિત રક્ષક દેવ-દેવિઓ અને આત્મજ્ઞાની દાદા ભગવાને શિશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યા હતા. દાદાએ હયાતી વખતે કહ્યું હતું કે, હવે ચોખ્ખા માણસો રાજગાદી પર આવશે અને ભારત અને દુનિયાનો નકશો બદલવામાં મોટું નિમિત્ત બનશે. દાદાના મૂર્ધન્ય મહાત્મા મુખ્યમંત્રી બનતા મહાત્માઓ પણ ખુબ ખુશ થયા હતા. અડાલજ ત્રિમંદિર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલ આશિર્વાદ મેળવવા ગયા તે વખતે ટંકારાના વતની અડાલજ ફાઉન્ડેશન મહાત્મા ડિમ્પલભાઈ મહેતાએ તેઓનું મોઢુ મીઠુ કરાવ્યુ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..