ટંકારા : સ્વીફ્ટ કારમાં દેશી દારૂની 25 પોટલી લઈને નીકળેલો મોરબીનો બદીયો ટંકારા પોલીસના હાથે ઝલાઈ ગયો હતો. રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભારત હોટલ નજીક શંકાસ્પદ સ્વીફ્ટ કાર ચેક કરતા મોરબીના કામધેનુ પાર્ટીપ્લોટ નજીક રહેતો અરૂણ ઉર્ફે બદીયો ગંગારામભાઇ ઉઘરેજાના કબ્જામાં રહેલી સફેદ કલરની સ્વીફ્ટ કાર રજી. નંબર GJ-03-ER-6545માથી દેશીદારૂની કોથળીઓ નંગ-25 મળી આવતા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને અટકાયતમાં લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..