મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ સ્ટડી હેઠળ બાલાજી વેફર્સ - ગોપાલ નમકીનની ફેકટરીની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. પી.જી.પટેલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિધાર્થીઓને બીઝનેસ મેનેજમેન્ટ માટેનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે અને વ્યવસાયલક્ષી મેનેજમેન્ટની સમજ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી અગ્રણી નમકીન કંપની બાલાજી વેફર્સ અને ગોપાલ નમકીનના રાજકોટ સ્થિત એકમ ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિધાર્થીઓને બીઝનેસ મેનેજમેન્ટના મૂળભૂત સિદ્ધાંતોનો વ્યવહારુ ઉપયોગ અને આધુનિક મેનેજમેન્ટની વિચારધારાને અનુસરીને એક સફળ બીઝનેસ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય તે અંગે બાલાજી વેફર્સના ડીરેક્ટર કનુભાઈ વિરાણીએ સરળ અને રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. બિઝનેસ મેનેજમેન્ટ સ્ટડી મુલાકાત દરમિયાન વિધાર્થીઓને બન્ને કંપનીના વિવિધ વિભાગો જેવા કે, સ્ટોર વિભાગ, ઉત્પાદન વિભાગ, માનવ સંસાધન વિભાગ, માર્કેટિંગ વિભાગ, વહીવટી વિભાગ વગેરે વિભાગોની કાર્ય પદ્ધતિ અંગે શરૂઆતથી લઈને અંત સુધીની તમામ જરૂરી માહિતી આપવામાં આવી હતી. ઓદ્યોગિક મુલાકાતમાં કોલેજના પ્રાધ્યાપકો પણ વિધાર્થીઓ સાથે જોડાયા હતા. સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા મુલાકાત માટેની અનુમતિ અને પોતાનો કીમતી સમય આપવા બદલ બાલાજી વેફર્સ અને ગોપાલ નમકીનના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..