આજે મોરબી જિલ્લામાં કુલ 891 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં હવે ફરી વેકસીનેશનના સ્થળો ઘટાડી દેવામાં આવ્યા છે. ડોઝ ઓછા કરી દેવાતા સ્થળો ઘટી ગયા છે. ત્યારે આવતીકાલે મોરબી જિલ્લામાં માત્ર 40 સ્થળોએ માત્ર વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે માત્ર કોવેક્સિનના જ 2 હજાર ડોઝ ફાળવાયા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં કુલ 891 લોકોનું વેકસીનેશન કરાયું હતું. મોરબી જિલ્લામાં વેકસીનેશનની ગાડી ટ્રેક ઉપર ઝડપભેર આગળ વધી રહી હતી. તેવામાં અચાનક ઉપરથી બ્રેક લગાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે રવિવાર માટે મોરબી જિલ્લાને એક પણ ડોઝ ફાળવવામાં આવ્યો ન હતો.તેવામાં મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ અગાઉના બચેલા 880 ડોઝનો વપરાશ કરવાનો નિર્ણય લઈને 16 સ્થળોએ કેમ્પનું આયોજન કર્યું હતું. આજના વેકસીનેશનની વિગતો જોઈએ તો આજે જિલ્લામાં કુલ 891 લોકોને વેકસીન આપવામાં આવી હતી. જેમાં 45+ ઉંમરના 135 લોકોને અને 18થી 44 વર્ષના 742 લોકોને રસી આપવામાં આવી હતી. સાથે 14 લોકોને ખાનગી રીતે રસી આપવામાં આવી હતી. જ્યારે મોરબી જિલ્લામાં કાલે સોમવારે માત્ર 40 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે માત્ર કોવેક્સિનના 2 હજાર ડોઝ ફાળવાયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..