પોલીસે 1.27 લાખની રોકડ સાથે સાત જુગારીને ઝડપી લીધા મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર નિતીનપાર્કમાં ફ્લેટમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની ચોક્કસ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત જુગારીઓને રૂપિયા 1.27 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે રવાપર ખાતે નીતીનપાર્કમાં આવેલ રઘુ હાઇટસ બ્લોકનં.૭૦૪માં જુગરધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ફ્લેટ માલિક (૧) સતિષભાઇ જયંતિભાઇ છત્રોલા, જુગારી (૨) પ્રકાશભાઇ વાલજીભાઇ વરમોરા, રહે.મોરબી પંચાસરરોડ ન્યુ ચંદ્રેશનગર, (૩) અંકુરભાઇ મનહરલાલ બાપોદરીયા, રહે.મોરબી પંચાસર રોડ સતનામનગર સોસાયટી લક્ષ્મીપેલેસ એપાર્ટેમેન્ટ (૪) કિશોરભાઇ વાલજીભાઇ અઘારા, રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ શેરીનં.૨ (૫) મયંકભાઇ તળશીભાઇ કાવર, રહે.મોરબી મહેન્દ્રનર ધર્મમંગલ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૧ (૬) બ્રિજેશભાઇ જયસુખભાઇ સવાણી, રહે.રાજકોટ ગોંડલ રોડ ટપુભવન પ્લોટ ક્રિષ્નાનગર-૯ અને (૭) ધવલભાઇ ભગવાનજીભાઇ છત્રોલા, રહે.મોરબી રવાપર બોનીપાર્ક સીલ્વર હાઇટસ બ્લોકનં.૩૦૧ વાળા જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 1.27 લાખ કબ્જે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..