વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામ નજીક ભંગેશ્વર મંદિરે સોમવારે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તિથવા ગામની બાજુમાં આવેલ ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિર અને હંસરાજ બાપા ગ્રુપ દ્વારા મંદિર ખાતે આગામી તા. 13ને સોમવારે રાત્રે 9 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ભજનીક સોનલબેન વ્યાસ અને શિવદાનભાઈ બારોટ તેમજ તબલાવાદક સુરેશભાઈ પટેલ ભજનોની રમઝટ બોલાવશે. વધુ માહિતી માટે મો. 91060 03911 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..