દેવળીયામાં 1300 લિટર દેશી દારૂના આથા સાથે કિશોર અને ચંદુ નામના શખ્સ ઝડપાયા હળવદ : હળવદ તાલુકામાં સતત બીજા દિવસે પોલીસે દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવી હતી. જેમાં જુના-નવા દેવળિયા ગામમાં દારૂના દુષણને ડામવા સ્થાનિક પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ દારૂની રેડમાં ત્રણ શખ્સોને ઝડપી લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ પી.આઈ પી.એ. દેકેવાડીયાના માર્ગદર્શન હેઠળ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા અને સર્વેલન્સ કોડના પોલીસ જવાનો દ્વારા હળવદ તાલુકાના દેવળીયા ગામે ત્રણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કિશોરભાઈ બચુભાઈ પાસેથી 700 લીટર દેશીદારૂ બનાવવાનો આથો ઝડપી લેવાયો હતો. જ્યારે ચંદુભાઈ અમરશીભાઈ પાસેથી 600 લીટર આથો કબજે કરાયો હતો. જ્યારે દિનેશભાઈ બચુભાઈ પાસેથી દેશી દારૂ ઝડપી લઇ ત્રણેયને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..