મોરબી : મોરબીના માહી ચોલી સેન્ટરે સંવેદનશીલ જાહેરાત કરી છે. પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય તેવી દીકરીઓને અહીંથી ચણીયા ચોલી ફ્રીમાં ભાડા ઉપર મળશે. મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં પટેલ શોપિંગ સેન્ટરમાં દુકાન નં. 118 અને 119માં આવેલ માહી ચોલી સેન્ટર ગરબા અને મંડપ મુહૂર્ત માટે ચણીયા ચોલી ભાડે આપે છે. અહીં એકથી એક ચડિયાતા આકર્ષક ચણીયા ચોલીની વેરાયટી છે. વધુમાં માહી ચોલી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હોય તે દીકરીના લગ્ન માટે ચણિયા ચોલીનું ભાડું લેવામાં આવશે નહિ. વધુ વિગત માટે મો.નં. 98794 92654 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..