ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે રોડ પર પિતા-પુત્ર રોડ ક્રોસ કરવા જતાં હતાં. ત્યારે કારે હડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે રોડ રોડ પર છતર અને મીતાણા વચ્ચે આઇ કૃપા હોટલ (કેબીન) સામે છતર ગામ નજીક ગઇકાલે રાત્રીના આઠ-સવા આઠ વાગ્યાના અરસામા મુકેશભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.વ. 41) તેમજ તેનો પુત્ર ગૌતમ રોડ ક્રોસ કરવા જતા હતા. તે સમયે રાજકોટ બાજુથી પુરઝડપે આવતી કાર નંબર GJ-03-FD-2216ના ચાલકે કાર પિતા-પુત્ર સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. આથી, મુકેશભાઇને જમણા નેણ પાસે તેમજ જમણા પગે સામાન્ય ઇજા તેમજ તેના પુત્ર ગૌતમને માથાના ભાગે ગંભીર પ્રકારની હેમરેજ જેવી ઇજા પહોંચી હતી. ટંકારા પોલીસે મુકેશભાઇની ફરિયાદ નોંધી આરોપી કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..