મોરબી : મોરબી શહેરમાં ઠેર-ઠેર શેરી ગલીઓમાં કે ઘર આંગણે વિઘ્નહર્તા દુંદાળા દેવની પ્રતિમાનું સ્થાપન કરી, તેમની પૂજા-અર્ચના કરી, લાડુનો ભોગ ચડાવી ગણેશ મહોત્સવની ભક્તિભાવપર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબીમાં પરિવારજનોએ માટીના ગણેશની મૂર્તિની સ્થાપના કરી પૂજન કર્યું મોરબી : ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જન વખતે પ્રદૂષણ ના થાય તે માટે મોરબીના સ્થાનિકે પોતાના ઘરે ગણેશની માટીની મૂર્તિની સ્થાપના કરી છે. ગણપતિની સ્થાપના બાદ પરિવારજનો દ્વારા આરતી-સ્તુતિ કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. મોરબીમાં મૂનનગર ચોક નજીક ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં સરસ્વતી ટાઉનશિપમાં રહેતા અનિલભાઈ પોપટલાલ ધોળકિયાના પરિવારના સભ્યો દ્વારા પ્રદૂષણ બાબતે સાવચેતી દાખવી માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવી, ગણપતિ દાદાની સ્થાપના કરી સવાર-સાંજ પૂજા-અર્ચના કરી ભાવપૂર્વક ગણપતિ બાપાને આવકારવામાં આવ્યા હતા. મોરબીના તબીબે ક્લિનિકમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા સ્થાપના કરી મોરબી : પ્રતિવર્ષ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિઘ્નહર્તા, પુષ્ટિકર્તા, શાંતિકર્તા રિદ્ધિ-સિદ્ધિના દાતા એવા દુંદાળા દેવ ગણપતિની સ્થાપના-આરાધના ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. ત્યારે મોરબીના તબીબ તેના ક્લિનિકમાં માટીના ગણપતિની પ્રતિમા સ્થાપી ઇકોફ્રેન્ડલી રીતે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે. મોરબીના ડોક્ટર મહેશ ડાભી દ્વારા પોતાના સેવેન્થ ચાઈલ્ડ ફીઝિઓથેરાપી ક્લિનિકમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. આથી, ક્લિનિકમાં આવતા દર્દી બાળકો અને તેમની સાથે આવતા વાલીઓ દ્વારા ગણેશજીના દર્શનનો લાભ લેવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પર્યાવરણના રક્ષણ માટે ક્લિનિકમાં મૂર્તિનું વિસર્જન પાણીમાં કરી, તે માટીમાંથી તુલસીનો છોડ ઉગાડવામાં આવશે. મોરબીના વિદ્યુતનગર ખાતે પંડાલમાં ગણપતિ બાપાની સ્થાપના મોરબી : મોરબીમાં સામાકાંઠે વિદ્યુતનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 'બાલગણેશ વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા'નું દસ દિવસ માટે આયોજન કરેલ છે. આરતીનો સમય સવારે 9 કલાકે અને રાત્રીના 9 કલાકે રહેશે. કોરોનાની મહામારી મોરબી શહેર સહિત દેશમાંથી નાશ પામે અને જે લોકો કોરોનાના લીધે સ્વર્ગવાસ પામ્યા છે, તેમને મોક્ષ અને શાંતિ મળે તે માટે ગણપતિ બાપાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો તમામ ધર્મપ્રેમી ભક્તોને દર્શનનો લાભ લેવા માટે વિદ્યુતનગર યુવા ગ્રુપ તરફથી ભાવભર્યું નિમંત્રણ યાદીમાં પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..