સ્વામિનારાયણ ગુરુકુલના પટાંગણમાં એક માસ સુધી અખંડ ધૂન બોલાશે મોરબી : મોરબીમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલના પટાંગણમાં મહંત સ્વામી તેમજ સંપ્રદાયના સંતોના સાનિધ્યમાં સ્વામિનારાયણ મહામંત્રની એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક પ્રવૃતિઓમાં અગ્રેસર અને સાથે જ ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા કાયમ સંસ્કૃતિજન કરતા મોરબી ગુરુકુલના વિશાળ પટાંગણમાં અલૌકિક સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો વિધિવત્ પ્રારંભ મહંત સ્વામી, દેવપ્રસાદદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નીલકંઠદાસ સ્વામીના દિશાદર્શન અને જ્ઞાનજીવનદાસ સ્વામીના સંચાલનમાં યોજાયેલ હતો. આ અખંડ ધૂનમાં યજમાન મગનભાઈ ભોરણીયા અને વિનુભાઈ ભોરણીયા અવિરત સેવા આપી રહ્યા છે. ભક્તજનો માટે પ્રસાદની વ્યવસ્થા તેમજ બહારગામથી આવતાં ભક્તો માટે બસની વ્યવસ્થા પણ ગુરુકુલ દ્વારા કરવામાં આવી છે. ભક્તસમુદાય એક માસ સુધી ચાલનારી આ ધૂનનો અવશ્ય લાભ લે તેમ ગુરુકુલની યાદીમાં જણાવાયુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..