કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તેમજ યોગ ગુરુઓના હસ્તે યોગ ટ્રેનરને પ્રમાણપત્ર અપાશે મોરબી : મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે કાલે રવિવારે યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ અને યોગીક ચર્ચાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તેમજ યોગ ગુરુઓને હસ્તે યોગ ટ્રેનરને પ્રમાણપત્ર આપવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થયા બાદ સમગ્ર ગુજરાત જ્યારે યોગમય બની રહ્યું છે. યોગમય ગુજરાત અંતર્ગત ઘરે ઘરે, શેરીએ શેરીએ તેમજ ગામડે ગામડે યોગ પહોંચે છે. ત્યારે મોરબી જિલ્લો પણ યોગમય બને અને યોગના નિયમિત અભ્યાસ દ્વારા લોકો શારીરિક રોગો તથા માનસિક વિકારો દૂર કરી સુખ, શાંતિનો અનુભવે તેવા પ્રયાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલા યોગ કોચ વાલજી પી. ડાભી અને તેમને તાલીમ આપેલ યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ અને યોગીક ચર્ચાનો કાર્યક્રમ આવતીકાલે તા. ૧૨ને રવિવારના રોજ ગાંધી ચોક પાસે, મોરબી નગરપાલિકા, ટાઉન હોલ ખાતે બપોરે ૩થી સાંજે ૫:૩૦ દરમિયાન યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તેમજ યોગ ગુરુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમના હસ્તે યોગ ટ્રેનરને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર વિતરણ અને યોગીક ચર્ચા કાર્યક્રમમાં યોગ સમર્થકો, સાધકોને ભાવભર્યું આમંત્રણ યાદીમાં પાઠવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..