વાંકાનેરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ. 87 હજારના મુદ્દામાલ સાથે તસ્કરને ઝડપી લેતી પોલીસ

- text


સીસીટીવીના ફુટેજમાં શંકાસ્પદ હિલચાલ કરતો નજરે પડેલો શખ્સ જ તસ્કર નીકળ્યો

વાંકાનેર : વાંકાનેરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાય ગયો છે. પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો નજરે પડ્યો હતો. બાદમાં આ શખ્સને ઝડપી તેના ઘરની તલાસી લેતા ચોરી થયેલો રૂ. 87 હજારનો મુદામાલ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેર વિસ્તારમાં પ્રતાપપરા શેરી નંબર-૧માં આવેલા ઘરમાં ચોરી થઈ હતી. જેમાં રોકડા રૂપીયા 40,500 અને ચાંદીની વસ્તુઓ કિંમત રૂ. 46,700 મળી કુલ રૂ. 87,200ના મુદ્દામાલની ચોરી થઈ હતી. પોલીસે આ ગુનાનો ભેદ શોધી કાઢવા માટે ફરીયાદીના ઘરની આજુબાજુ તેમજ જુદી-જુદી જગ્યાએ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા એક લાલ ટી-શર્ટવાળો ઈસમ શંકાસ્પદ હીલચાલ કરતો જોવા મળ્યો હતો.

આ ઈસમની તપાસ રાખતા મજકુર ઈસમ નવાપરા વાંકાનેર દેવીપુજક વાસમાં રહેતો નવઘણભાઈ ભલુભાઈ વિકાણી હોવાનું જણાઈ આવેલ હોય ત્યારબાદ નવાપરા સામે આવેલ હાઈવે રોડ ઉપરથી પોલીસે તેને પકડી પાડ્યો હતો. બાદમાં તેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ચાંદીની અલગ અલગ ચીજવસ્તુ તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતા પોતે પીર મશાયક હોસ્પીટલ પાછળવાળી એક શેરીમાં આવેલ બંધ મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. આ કામગીરીમાં એએસઆઈ એચ.ટી મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા સહિતના રોકાયેલ હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text