રાજ્યવ્યાપી કૌભાંડમાં 35 આરોપીઓની ધરપકડ બાદ પ્રથમ આરોપીને જામીન મળ્યા મોરબી : મોરબી પોલીસે કોરોના કાળની બીજી લહેર દરમિયાન જન આરોગ્ય સામે ખતરારૂપ ડુપ્લીકેટ રેમડેસીવીર ઇંજેક્શન ધાબડી દેવાનું કૌભાંડ ઝડપી લઇ પોલીસે વારાફરતી એક પછી એક 35 આરોપીઓને ઝડપી લીધા હતા. દરમિયાન આ કૌભાંડમાં કોર્ટેમાં એક આરોપીનો શરતી જામીન પર છુટકારો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પોલીસે ડુપ્લીકેટ રેમડેસીવીર પ્રકરણમાં અત્યાર સુધીમાં 35 આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે આ કેસમાં 14 નંબરના આરોપી ફકીર મોહનગિરી મધુસુદનગિરી (રહે. વાપી-વલસાડ) ની ડુપ્લીકેટ રેમડેસીવીર ઇંજેક્શનમાં સ્ટીકર લગાડવાના ગુન્હામાં પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડ ઉપર લીધા બાદ કોર્ટના આદેશ મુજબ મોરબી સબજેલમાં ધકેલી દેવાયો હતો. દરમિયાન આ આરોપીએ એડવોકેટ પી.ડી. માનસેતા મારફતે મોરબીની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આથી કોર્ટે વકીલના ધરાધાર દલીલોને માન્ય રાખી નામદાર અદાલતે આરોપી ફકીર મોહનગિરી મધુસુદનગિરીને શરતી જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..