'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન'માં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી માટે આર્થિક સહાય આપી મોરબી : મોરબીના સેવાકાર્યોમાં હંમેશા તત્પર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ પોતાના પુત્ર દેવના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી માટે રૂ. 51,000નું અનુદાન આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. મોરબીના સેવાકાર્યોમાં હંમેશા તત્પર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના પુત્ર દેવનો આજે જન્મદિવસ છે. દેવે સાત વર્ષ પુરા કરી આઠમા વર્ષમાં મંગલમય પ્રવેશ કર્યો છે. ત્યારે તેના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી કરવા માટે દેવના પિતા અજય લોરીયાએ આર્થિક રૂપે પછાત વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશનમાં રૂ. 51,000નું અનુદાન આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન ગરીબ અને પછાત વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવા માટે કાર્ય કરે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..