સોનાના વાયદો રૂ.30 નરમઃ ચાંદીમાં રૂ.343ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.102નો ઉછાળો કપાસ, કોટન, મેન્થા તેલના વાયદામાં તેજીનો માહોલઃ સીપીઓ, રબર ઢીલા મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2થી 8 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 17,87,155 સોદાઓમાં કુલ રૂ.1,37,024.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.30 ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.343 વધી આવ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ સુધરી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદામાં બેરલદીઠ રૂ.102નો ઉછાળો આવ્યો હતો. નેચરલ ગેસ પણ વધીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, મેન્થા તેલના વાયદામાં તેજીના માહોલ સામે સીપીઓ અને રબર ઢીલાં બંધ થયાં હતાં. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 291 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 508 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. સપ્તાહના અંતે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ-ટ્રેઝરી યિલ્ડની મજબૂતાઈના પગલે વિશ્વબજારમાં સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના સમાચાર હતા. બોન્ડ યિલ્ડ વધ્યા પછી મોડી સાંજે નીચી ઊતરી હતી. વિશ્વબજારમાં સોનાનો ભાવ ઔંશદીઠ 1794 ડોલર આસપાસ અને ચાંદીનો ભાવ ઔંશદીઠ 24.24 ડોલર આસપાસ બોલાતા હતા. આ સામે વિશ્વબજારમાં ન્યૂયોર્ક ક્રૂડના ભાવ બેરલદીઠ 69.30 ડોલર રહ્યાના સમાચાર હતા. ઘરેલૂ હાજર બજારમાં અમદાવાદ ખાતે હાજર સોનું 10 ગ્રામદીઠ 99.50ના રૂ.48,700 અને 99.90ના રૂ.48,900 બોલાતા હતા, જ્યારે હાજર ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.66,000 રહ્યો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. ઘરેલૂ વાયદા બજારમાં એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 7,26,819 સોદાઓમાં કુલ રૂ.40,006.89 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,049ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,598 અને નીચામાં રૂ.46,750 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.30 ઘટી રૂ.47,038ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.31 ઘટી રૂ.37,876 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.4,706ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.63,977 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,605 અને નીચામાં રૂ.63,015 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.343 વધી રૂ.64,183 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.363 વધી રૂ.64,438 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.361 વધી રૂ.64,437 બંધ થયો હતો. બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 1,19,233 સોદાઓમાં રૂ.21,488.07 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.20 વધી રૂ.221.70 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.8.15 વધી રૂ.251ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.55 વધી રૂ.710.80 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.57.1 વધી રૂ.1,488.70 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.70 વધી રૂ.185ના ભાવે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન 5,21,952 સોદાઓમાં કુલ રૂ.40,413.52 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.4,985ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,159 અને નીચામાં રૂ.4,975 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.102 વધી રૂ.5,095 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.21.30 વધી રૂ.362.50 બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 11,129 સોદાઓમાં રૂ.1,568.05 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,402ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1421 અને નીચામાં રૂ.1393.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.17 વધી રૂ.1,421 બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,950ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,000 અને નીચામાં રૂ.17,240 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.504 ઘટી રૂ.17,492ના ભાવે બંધ થયો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,131.50ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1163.90 અને નીચામાં રૂ.1120 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.0.30 ઘટી રૂ.1128.50 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.44.90 વધી રૂ.981.40 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.370 વધી રૂ.25,870બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,24,589 સોદાઓમાં રૂ.18,322.07 કરોડનાં 38,810.524 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,02,230 સોદાઓમાં કુલ રૂ.21,684.82 કરોડનાં 3,360.574 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,049.50 કરોડનાં 94,650 ટન, જસતના વાયદાઓમાં રૂ.1,871.22 કરોડનાં 75,690 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.9,086.15 કરોડનાં 1,27,652.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.7,448.57 કરોડનાં 51,001.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,032.63 કરોડનાં 56,525 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,48,412 સોદાઓમાં રૂ.12,089.52 કરોડનાં 2,38,38,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,73,540 સોદાઓમાં રૂ.28,324 કરોડનાં 82,04,77,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.53 કરોડનાં 76 ટન અને કોટનના વાયદાઓમાં 1,702 સોદાઓમાં રૂ.131.27 કરોડનાં 51275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 946 સોદાઓમાં રૂ.40.51 કરોડનાં 420.12 ટન, રબરના વાયદાઓમાં 149 સોદાઓમાં રૂ.2.72 કરોડનાં 154 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 8,319 સોદાઓમાં રૂ.1,393.02...