MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદી, ક્રૂડ ઓઇલ, કપાસ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક નરમાઈ

- text


ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ ઓપ્શન્સ ઓન કોમોડિટી ફ્યુચર્સમાં ગુરૂવારે ઓલ ટાઈમ હાઈ નોશનલ ટર્નઓવર નોંધાયુ

બુલડેક્સ ફ્યુચર્સમાં 123 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 159 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારને 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાં હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ હતા. એમસીએક્સ ખાતે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 4,73,628 સોદાઓમાં કુલ રૂ.37,924.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 123 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 159 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,51,320 સોદાઓમાં રૂ.12,509.40 કરોડનું ઓલ ટાઈમ હાઈ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,012.42 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.49.62 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,445.37 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું, જે કોમોડિટી ઓપ્શન્સનાં કામકાજમાં ટ્રેડરોના વધતા રસને પ્રદર્શિત કરે છે.

વાયદાની વાત કરીએ તો એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 1,48,899 સોદાઓમાં કુલ રૂ.8,511.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,938ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,082 અને નીચામાં રૂ.46,713 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.44 ઘટી રૂ.46,994ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.37,862 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.4,701ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,001 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,598 અને નીચામાં રૂ.63,650 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.25 ઘટી રૂ.64,158 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.37 ઘટી રૂ.64,401 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.40 ઘટી રૂ.64,397 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં 25,125 સોદાઓમાં રૂ.4,725.15 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 વધી રૂ.224.20 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.252ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.40 વધી રૂ.717.20 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.33.3 વધી રૂ.1,522 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.187ના ભાવે બંધ થયો હતો.એનર્જી સેગમેન્ટમાં 1,42,944 સોદાઓમાં કુલ રૂ.11,676.30 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,117ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,150 અને નીચામાં રૂ.4,976 સુધી જઈ, બંને સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.99 ઘટી રૂ.4,996 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7 વધી રૂ.369.50 બંધ થયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં 1,933 સોદાઓમાં રૂ.217.17 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,420ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1420 અને નીચામાં રૂ.1420 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.1 ઘટી રૂ.1,420 બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,497 અને નીચામાં રૂ.17,162 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.238 ઘટી રૂ.17,254ના ભાવે બંધ થયો હતો.

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,124ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143.80 અને નીચામાં રૂ.1123 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.7 વધી રૂ.1135.50 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 ઘટી રૂ.970.20 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ કોઈ ફેરફાર વગર રૂ.25,870બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 28,232 સોદાઓમાં રૂ.4,510.89 કરોડનાં 9,610.893 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,20,667 સોદાઓમાં કુલ રૂ.4,000.69 કરોડનાં 622.400 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.524.12 કરોડનાં 23,395 ટન, જસતના વાયદાઓમાં રૂ.352.51 કરોડનાં 13,975 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,736.36 કરોડનાં 24,222.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,948.02 કરોડનાં 12,8370 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.164.14 કરોડનાં 8,830 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 55,739 સોદાઓમાં રૂ.4,823.25 કરોડનાં 95,17,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 87,205 સોદાઓમાં રૂ.6,853.05 કરોડનાં 18,84,92,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 284 સોદાઓમાં રૂ.20.42 કરોડનાં 7900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 254 સોદાઓમાં રૂ.11.15 કરોડનાં 114.12 ટન, રબરના વાયદાઓમાં 33 સોદાઓમાં રૂ.0.66 કરોડનાં 38 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,361 સોદાઓમાં રૂ.184.91 કરોડનાં 16,360 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,258.103 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 490.783 ટન, એલ્યુમિનિયમમાં 16,955 ટન, જસત વાયદામાં 7,475 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,887.500 ટન, નિકલ વાયદામાં 4,057.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 9,205 ટન, ક્રૂડ તેલમાં 5,25,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,39,92,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 188 ટન, કોટનમાં 48225 ગાંસડી, મેન્થા તેલમાં 476.28 ટન, રબરમાં 77 ટન, સીપીઓમાં 71,160 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 3,407 સોદાઓમાં રૂ.284.78 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,847 સોદાઓમાં રૂ.141.06 કરોડનાં 1,995 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,560 સોદાઓમાં રૂ.143.72 કરોડનાં 1,782 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,002 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,129 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,140ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,204 અને નીચામાં 14,081ના સ્તરને સ્પર્શી, 123 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ ઘટી 14,156ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 16,035ના સ્તરે ખૂલી, 159 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 190 પોઈન્ટ વધી 16,151ના સ્તરે પહોંચ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text