રેડિયન્ટ એનર્જી નામના કારખાનામાં બનેલ બનાવ બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો મોરબી : મોરબીમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીના લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટેલ નજીક એક કારખાનામાં મધ્યપ્રદેશના શ્રમિકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર હોટેલ ગ્રાન્ડ વૈભવ નજીક આવેલ રેડિયન્ટ એનર્જી નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમિકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવા આવી હોવાનું સામે આવતા બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..