મોરબી : મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા 10 દિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ઉજવાતો ગણપતિ મહોત્સવ આ વર્ષે પણ તારીખ 10થી 19 દરમિયાન ઉજવવામાં આવશે. જેની સ્થાપના યાત્રા તારીખ 10ને શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે રૂગનાથ મહાદેવ મંદિરથી નીકળીને ગજાનન ધામ, ઉષા પાનની બાજુમાં પહોંચશે. તો આ સ્થાપના યાત્રામાં દરેક લત્તાવાસીને પધારવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે. તેમ સ્વસ્તિક ગ્રુપ - ગણેશ મહોત્સવ સમિતિની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..