કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવાનો પ્રયાસ મોરબી : કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા સારુ કોવીડ વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક ગ્રામજનોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવા માટે આગામી તા.૧૩/૯/૨૦૨૧થી તા.૨૪/૯/૨૦૨૧ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રામસભાઓમાં સો ટકા અસરકારક વેક્સિનેશન થાય તેવું સુનિશ્ચિત કરવા તેમજ ૧૫માં નાણાપંચ અંતર્ગત સોલાર રૂફટોપ ની મંજૂરી આપવા, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કામોના આગોતરાં ભૌતિક અને નાણાંકીય આયોજન અને કામોના ઠરાવ પસાર કરી બજેટ મંજુર કરવા, સ્વચ્છ ભારત મિશન (ગ્રા.) ફેઝ-૨ હેઠળ ૧૦૦ દિવસના ઝુંબેશ અંતર્ગત વોટર ગ્રેવોટર મેનેજમેન્ટ અર્થે વ્યક્તિગત/ સામૂહિક રેટ્રોફીટીગની કામગીરી, શૌચાલય ન હોય ત્યાં શૌચાલયની કામગીરી ના ગ્રામસભામાં ઠરાવ પસાર કરવા તેમજ સરકારની યોજનાકીય કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવા જેવી કામગીરી થશે. આ ગ્રામસભાઓને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના તમામ વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓને જે તે નિયત તારીખ અને સમયે ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ અને જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આદેશો કરવામાં આવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..