230 બોટલ દારૂ અને બોલેરો સહીત 3.19 લાખનો મુદામાલ કબ્જે ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 230 તેમજ બોલેરો સાથે કુલ રૂ. 3,19,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ કાઉન્ટી ક્લબ ડિલક્ષ વ્હીસ્કી તથા વ્હાઈટ લેક વોડકા 750 મીલીની બોટલો નંગ 230 (કિ.રૂ. 69000) ભરેલ એક બોલેરો ગાડી રજી. નં. GJ-08-AU-3384 ઝડપી પાડી ચાલક આરોપી દિનેશકુમાર ભગવાનારામ નેણ (ઉ.વ. 28)ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે દારુ તથા બોલેરો ગાડી મળી કુલ મુદ્દામાલ રૂ. 3,19,000નો કબ્જે કર્યો હતો. તેમજ આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..