ગણેશ મહોત્સવના મોટા આયોજન રદ્દ હોવાથી મોટાભાગે ઘર અને શેરીમાં જ થશે ગણપતિ દાદાનું સ્થાપન કાલથી મોરબીવાસીઓ ગણેશજીની ભક્તિમાં તલ્લીન બનશે મોરબી : આવતીકાલ શુક્રવારથી વિધ્નહર્તાની ભક્તિ કરવાના સુંદર અવસર સમાન ગણેશ મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાજતે ગાજતે અને ભક્તિભાવપૂર્વક ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવશે. આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ મોટા આયોજન રદ્દ હોવાથી મોટાભાગે ઘર અને શેરીમાં જ ગણપતિ દાદાનું સ્થાપન થશે. એકંદરે કાલથી મોરબીવાસીઓ ગણેશજીની ભક્તિમાં તલ્લીન બનશે. સરકારે આ વખતે ગણેશ મહોત્સવ કોવિડને ધ્યાને લઈને 1 થી 4 ફૂટની ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવાની છૂટ આપી છે.આથી મોરબીમાં જાહેરમાં ગણપતિ મહોત્સવના એકપણ આયોજન થયા નથી. જો કે ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોનાની સ્થિતિ એકદમ બહેતર છે. આથી સરકારે ગણેશ મહોત્સવ અમુક છૂટછાટો આપી છે. આથી નવ-દસ દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિ કરવા માટે મોરબીવાસીઓમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી મોંઘેરા મહેમાન ગણપતિ દાદા શેરી, ગલી કે મહોલ્લા અને ઘરમાં બિરાજમાન થશે. છેલ્લી ઘડીએ આજે લોકોએ ગણપતિ દાદાની ખરીદવાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.ઘણા લોકો આજે ગણપતિ દાદાની ખરીદીને ઘરે લઈ જતા જોવા મળ્યા હતા. આવતીકાલથી મોરબીમાં વાજતે ગાજતે અને ભક્તિભાવ પૂર્વક ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે.એ સાથે જ મોટાભાગના ઘરોમાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવશે, કાલે ગણેશ ચતુર્થીના અવસર પર લોકો ગણપતિ દાદાની પૂજા અર્ચના કરીને ગણેશમય બની જશે. તેમજ ઘણાં વિસ્તારોમાં શેરી ગલીમાં નાને પાયે સાદાઈથી ગણેશ મહિત્સવ ઉજવાશે. લોકો દરરોજ ગણપતિ દાદાને પ્રિય મોદક, અન્નકૂટ ઘરી તેમજ સવાર સાંજ પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..