માથાભારે તત્વો જતા જતા સ્કોર્પિયો કારમાં પણ તોડફોડ કરતાં ગયા હળવદ : હળવદની મોરબી ચોકડી નજીક ઓફીસ ધરાવતા યુવાનના મિત્રને કોઈ સાથે ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખી ચાર આરોપીઓએ કોઈપણ લેવા દેવા વગર યુવાનની ઓફિસમાં ઘુસી ઢીબી નાખવાની સાથે સાથે માથાભારે ઈસમોએ જતા- જતા સ્કોર્પિયો ગાડીમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના કણબીપરામા મોરબી દરવાજા પાસે રહેતા અને મોરબી ચોકડી પાસે ઓફીસ ધરાવતા પંકજભાઇ ચમનભાઇ ગોઠી જાતે પટેલના મિત્ર ચેતન વાણદને આરોપી મયુરરાજસિંહ રાજપુત રહે. સુખપર, રવીરાજસિંહ પઢીયાર રહે. ચરાડવા, જયપાલસિંહ રહે. ધર્મેન્દ્રગઢ, તા. મુળી તથા રાજભા દીલુભા લિબોલા રહે. ઘનશ્યામપુર વાળાના મિત્ર સાથે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી તમામ ચાર આરોપીઓ પંકજભાઈને ઓફિસે ધસી આવ્યા હતા. આ સમયે પંકજભાઈ ઓફિસમાં સુતા હોય કઈ સમજે વિચારે એ પહેલાં જ હુમલો કરી ઢીકા પાટુનો માર મારી મુઢ ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પંકજભાઈની સ્કોર્પીયો ગાડી નંબર જી.જે-૩૬.આર-૭૭૭૩ ના કાચ ફોડી નુકશાની પહોંચાડતા પંકજભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટનામાં ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૪૨૭, ૪૫૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..