એકની અટકાયત, એકનું નામ ખૂલ્યું મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના મોટી વાવડી ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 1.44 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે મળેલ ખાનગી બાતમી આધારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે મહિપાલસિંહ હાલુભા જાડેજાના અનુસૂચિત જાતિ વાસમાં આવેલ રહેણાંક મકાનમાં પ્રોહીબિશન અંગે રેઇડ કરતા મકાનમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલોના જથ્થા સાથે આરોપી રવિરાજસિંહ રતુભા જાડેજા મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં. 01 સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ વાળી કાચની કંપની શીલપેક બોટલ નંગ-384 (કુલ કિં.રૂ. 1,44,000)નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે આરોપીની મુદ્દામાલ અંગે પુછપરછ કરતા દારૂનો મુદ્દામાલ સહઆરોપી મહિપાલસિંહ હાલુભા જાડેજાનો હોય અને પોતે મુદ્દામાલનું ધ્યાન રાખતો હોવાની હકીકત જણાવતા પોલીસે બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..