મોરબી : મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી તાલુકાના થોરાળા ગામેથી આજથી પાચેક માસ પહેલા સગીર વયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપી બન્ને ભરૂચ જિલ્લાના વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીલુડી ચોકડી ક્રિષ્નાનગર ખાતે રહી પશુપાલનનો વ્યવસાય કરતા હોવાની ચોકકસ હકિકત પોલીસને મળતા પોલીસ ટીમ ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે તપાસ અર્થે પહોંચી વાલીયા પોલીસ સ્ટેશનની પોલીસ મદદ મેળવી આરોપી કરશનભાઇ હમીરભાઇ રાઠોડ (ઉ.વ. 24, રહે. થોરાળા, તા.જી. મોરબી)ને તથા ભોગ બનનારને શોધી કાઢવાની સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મળતા બન્નેના કોવિડ-19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને પાચેક માસ પહેલા મોરબી તાલુકાના થોરાળા ગામેથી ભોગ બનનારનું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..