મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામમાં સગીરાએ દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોયલી ગામમાં રહેતી 19 વર્ષીય આરતીબેન ધનજીભાઇ રાણવાએ અગમ્ય કારણોસર ગત તા. 31 ઓગસ્ટના રોજ ઘાસ બાળવાની દવા પી લેતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પીટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પીટલ ખાતે લઇ જતા તેનું સારવાર દરમ્યાન ગત તા. 6ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ નોંધી આગળની તપાસ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..