ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ નાના પંડાલ નાખીને દુંદાળા દેવને આવકારવા ભાવિકોમાં ઉત્સાહ મોરબી : મોરબીમાં જન્માષ્ટમી મહોત્સવ પૂરો થતાની સાથે ગણેશ મહોત્સવની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે સતત બીજા વર્ષે કોરોનાને કારણે વિઘ્નહર્તાની ભક્તિમાં વિઘ્ન આવ્યું છે. ખાસ કરીને સરકારે આ વખતે ગણેશ મહોત્સવમાં 1 થી 4 ફૂટની મુર્તિના સ્થાપનની છૂટ આપતા શહેરમાં ગણેશ મહોત્સવ કોઈ મોટા આયોજનો થયા નથી. એટલું જ નહીં ગણેશજીની મૂર્તિના ભાવો પણ ઉચકાયા છે અને મૂર્તિના વેચાણમાં 50 ટકાનું ગાબડું પડે તેવી સ્થિતિ છે. આ વખતે લોકો ઘરે કે પોતાના વિસ્તારમાં જ નાના-નાના પંડાલ નાખીને દુંદાળા દેવની આરાધના કરશે. ગણેશ મહોત્સવને હવે ત્રણ દિવસ જ બાકી રહ્યા હોય મોરબીમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકારની ગણેશ મહોત્સવ અંગેની ગાઈડલાઈનને લઈને મોરબીના માર્કેટમાં આ વખતે 1 થી 4 ફૂટની મૂર્તિઓ જ ઉપલબ્ધ છે. આથી શહેરમાં મોટા એકપણ આયોજન થયા નથી. તંત્રના જણાવ્યા મુજબ ગણેશ મહોત્સવના મોટા આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. આથી લોકો પોતાના ઘરે કે શેરી-ગલીમાં નાના પંડાલા નાખીને ગૌરી નંદનની પૂજા અર્ચના કરશે. જો કે કોરોના અગાઉ મૃર્તિનો ભાવ રૂ. 75 થી માંડીને રૂ. 3 હજાર સુધીનો હતો. પણ આ વખતે વધીને મૂર્તિઓનો ભાવ રૂ. 150 થી માંડીને રૂ. 4500 નો થઈ ગયો છે. એટલું જ નહીં મૂર્તિઓના વેચાણમાં 50 ટકા ઘટાડો થવાની શકયતા છે. કોરોના કાળ પહેલા ગણેશજીની અંદાજે 6થી 7 હજારની મૂર્તિનું વેચાણ થતું પણ આ વખતે બજારમાં માત્ર 3 હજાર જેટલી જ મૂર્તિ છે. બહારના કારીગરો પણ ઘણા સમયથી આવીને મૂર્તિઓ બનાવી છે એ વખતે મૂર્તિઓ ઓછી બનાવી છે. પણ વેપારીઓ વચ્ચે માલની ભારે ખેંચાખેચીને કારણે ભાવ વધ્યા છે. ગણપતિની મૂર્તિઓના વેપારી રમેશભાઈ દેલવાડીયાએ કહ્યું હતું કે, અગાઉ કરતા આ વખતે મૂર્તિઓની ખરીદીમાં ભારે નીરઉત્સાહ જોવા મળે છે. મોરબી શહેરમાં હાલ 30 જેટલા વેપારીઓ ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..